સ્વાદિષ્ટ ખમણ-ઢોકળા કેવી રીતે બની ગયા ગુજરાતની શાન? જાણો તેની પાછળની કહાની


By Sanket M Parekh14, Jun 2023 04:18 PMgujaratijagran.com

માસ્ટરશેફ કવિરાજ ખિયાલાની પાસેથી જાણો

ઢોકળાની શરૂઆત આખરે ક્યાંથી થઈ અને પહેલી વખત તેને કોણે બનાવ્યા હતા? તમે પણ જાણવા માંગશો કે, આખરે કેવી રીતે ઢોકળાની શરૂઆત થઈ અને તેનો ઈતિહાસ શું છે. તો ચાલો જાણીએ માસ્ટરશેફ કવિરાજ ખિયાલાની પાસેથી ઢોકળાની કહાની

શું છે ઢોકળા?

આમ તો ગુજરાતની દરેક વાનગી ખાસ અને સ્વાદિષ્ટ છે, પરંતુ જ્યારે વાત ઢોકળાની આવે, તો મોંઢામાં પાણી આવે તે સ્વાભાવિક છે.

ઢોકળા કેવી રીતે બનાવશો?

ઢોકળા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. જેને તમે ઘરે પણ બનાવી શકો છો. ચણાનો લોટ, ચોખાનો લોટ, સોજી ઉપરાંત મિક્સ લોટથી પણ ઢોકળા બનાવી શકો છો.

શું છે ઢોકળાનો ઈતિહાસ

ઢોકળાના ઈતિહાસની વાત કરીએ તો, સૌ પ્રથમ ઢોકળા શબ્દનો ઉલ્લેખ વારાણકા સમુહે કર્યો હતો. એવું કહેવાય છે કે, અગ્રદૂત દુક્કિયાના એક જૈન પાઠમાં પણ ઢોકળાનો ઉલ્લેખ મળી આવે છે.

માસ્ટરશેફ કવિરાજ અનુસાર

માસ્ટર શેફ કવિરાજ ખિયાલાની મુજબ, તેમનું અસ્તિત્વ અને તેની ઉત્પતી 16મી સદીની આસપાસ મનાય છે. પહેલા અનેક લોકો ઢોકળાને ધોકરા ના નામથી પણ જાણતા હતા. ઢોકળા ગુજરાતની પારંપારિક વાનગી છે, જેની ઉત્પતિ ભારતમાં થઈ હતી.

ઢોકળાના પ્રકાર

પ્લેન ઢોકળાની સાથે ખાટા ઢોકળા, મગની દાળના ઢોકળા, તુવેર દાળના ઢોકળા, મીઠા ઢોકળા, ખમણ ઢોકળા વગેરે. જેને તમે ચટણી અથવા લીલા મરચા સાથે સર્વ કરી શકો છો.

શું છે એક્સપર્ટનો અભિપ્રાય

એક્સપર્ટ કહે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઢોકળામાં અનેક પ્રકારની વેરાઈટી આપણી સામે આવી છે. જેને બેસન, ચોખા, સોજી અને દાળના વગારથી બનાવવામાં આવે છે.

વાળને પોષણ પૂરુ પાડવાની સાથે શાઈની બનાવે છે ઈંડા, જાણો કેવી રીતે કરશો ઉપયોગ