ગુજરાત એ ભારતના સૌથી લોકપ્રિય ઐતિહાસિક સ્થળોમાંનું એક છે. આવો જાણીએ કેટલાક અદભુત ઐતિહાસિક ઇમારતો અને મહેલો વિશે
દ્વારકામાં આવેલું આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને પુરાતત્વિય સ્ત્રોત અનુસાર આ મંદિર 2200 વર્ષ જૂનું છે. જન્માષ્ટમી દરમિયાન અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે.
વડોદરામાં આવેલો આ પેલેસ મહારાજા સયાજી રાવ ગાયકવાડ III દ્વારા 1890માં બાંધવામાં આવ્યો હતો. આ મહેલ 500 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં ગોલ્ફ કોર્સ, મ્યુઝિયમ અને પ્રાણી સંગ્રહાલય જેવા મુખ્ય આકર્ષણો છે.
મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું આ મંદિર 1026 એડીમાં ચાલુક્ય વંશના ભીમ પ્રથમ દ્વારા બાંધવામાં આવ્યું હતું. તે ભારતીય ઇતિહાસનું લોકપ્રીય પર્યટન સ્થળ છે.
રાણી ઉદયમતીએ તેમના પતિ રાજા ભીમદેવ I ને સમર્પિત આ વાવની નિર્માણ કર્યું હતું. આ સ્થળને ઇન્ડિયન સેનેટઈઝેશન કોન્ફરન્સમાં સૌથી સ્વચ્છ આઇકોનિક પ્લેસનો ખિતાબ મળ્યો છે.
કચ્છ જિલ્લામાં આવેલા આ સ્થળે 2650 BC પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવે છે. ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર છે.
ભુજમાં આવેલા આ મહેલનું નિર્માણ 19મી સદીમાં કરવામાં આવ્યો હતો. પ્રાગ મહેલની અંદર એક મ્યુસીયમ છે જે પ્રાચીન શાહી વસ્તુઓ દર્શાવે છે.
18મી સદીમાં લખપતજીએ બનાવેલો આ મહેલ હોલ ઓફ મિરર્સ તરીકે જાણીતો છે. 2001ના ભૂકંપ પછી તેના કેટલાક ભાગો તૂટી ગયા હતા, પરંતુ રિનોવેશન પછી હવે તે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે