આ ઓગસ્ટમાં ગુજરાતના આ સુંદર બીચની સેર કરો, શાંતીનો અનુભવ સાથે એડવેન્ચર એક્ટીવીટી


By Smith Taral15, Aug 2024 05:15 PMgujaratijagran.com

માંડવી બીચ

કચ્છના માંડવી બીચ પરથી સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો એક આહ્લલાદાયક અનુભવ છે, ત્યાંનુ પાણી પણ ઘણુ સાફ છે. અહીં તમે ઘોડા અને ઊંટ પર સવારીનો આનંદ માણી શકો છો અને તમારા પાર્ટનર સાથે હળવાશની પળો વીતાવી શકો છો

દ્વારકા બીચ

અમદાવાદથી થોડે દૂર આવેલા દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. આ બીચ પર તમે તમારા પાર્ટનર સાથે બીચની સેર કરી શકો છો, અને મંદિરની પણ મુલાકાત લઈ શકો છો

જામનગર બીચ

જો તમે શાંત સ્થળની મુલાકાત લેવાનું પસંદ હોય તો તમે ગુજરાતના જામનગર બીચ ફરવા જઈ શકો છો.

તિથલ બીચ

અમદાવાદથી વીકએન્ડ પર જવા તિથલ બીચ બેસ્ટ ઓપ્શન છે, ત્યાનું પાણી સાફ છે, અને બીચ સ્વચ્છ સાથે સારી રીતે મેઈન્ટેન કરવામાં આવે છે

ચોપાટી બીચ

ગુજરાતના પોરબંદરમા આવેલો ચોપાટી બીચ સૌથી સાફ બીચ માનવામાં આવે છે. જો તમે પોરબંદર કે પોરબંદરની જીલ્લાની આસપાસ રહેતા હોવ તો આ બીચ જરુરથી એક્સપ્લોર કરવો જોઈએ.

જલંધર બીચ

આ બીચ દીવથી લગભગ 1 કિમી દૂર આવેલું છે, આ બીચનું નામ જલંધર નામનાં રાક્ષસ પરથી પાડવામાં આવ્યું છે. આ બીચમાં ભીડ ઓછી જોવા મળે છે, ઘણા લોકો ફોટો શૂટ કરવા માટે પણ આવે છે

ગોગલા બીચ

દીવમા આવેલા ગોગલા પર તમે પેરાસેલિંગ, સર્ફિંગ અને બનાના બોટિંગ જેવી કેટલીક વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકો છો. પરિવાર અને મિત્રો સાથે જઈ શકાય એવો બીચ પર તમે ઘણી બધી પ્રવુત્તીઓમાં તમે ભાગ લઈ શકો છો.

ઓગસ્ટમાં ફરવા માટે રાજસ્થાનના આ છે શ્રેષ્ઠ સ્થાનો, પરિવાર અથવા મિત્રો સાથે પ્લાન કરો