વેદાંતા ગ્રુપની કંપની હિન્દુસ્તાન ઝીંક લિમિટેડે શુક્રવારના રોજ આર્થિક પરિણામોની જાહેરાત કરી છે. માઈનિંગ કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષની જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 1,729 કરોડનો નફો કર્યો છે.
કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 35.5 ટકા ઓછો રહ્યો છે. નાણાકીય વર્ષ 2022-23ની બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂપિયા 2,680 કરોડનો નફો કર્યો છે.
હિન્દુસ્તાન ઝીંકની ચોખ્ખી આવકમાં પણ ઘટાડો થયો છે. વર્તમાન નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક આધાર પર 18.5 ટકા ઘટી રૂપિયા 6,792 કરોડ રહ્યો છે.
ભારતીય શેરબજારમાં હિન્દુસ્તાન ઝીંકના શેરનો ભાવ રૂપિયા 5.40 એટલે કે 1.72 ટકા ગગડી રૂપિયા 309 રહ્યો છે.