આ હિન્દુ સ્ટાર્સ પણ રમઝાન મહિનામાં કરે છે ઈબાદત, નામ જાણીને નવાઈ થશે


By Sanket Parekh28, Mar 2023 03:49 PMgujaratijagran.com

રમઝાન મહિનો

24 માર્ચથી રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. 1 મહિના સુધી ચાલનારા આ પવિત્ર મહિનામાં મુસ્લિમ લોકો રોજા રાખે છે અને ખુદાની ઈબાદત કરે છે.

હિન્દૂ સ્ટાર્સ ઈબાદત

બીજી તરફ બૉલિવૂડમાં અનેક એવા સ્ટાર્સ છે જે રમઝાન મહિનામાં અલ્લાહની ઈબાદત કરે છે. આ સાથે જ ફેન્સને પણ આ પવિત્ર મહિનાની મુબારકબાદ આપે છે.

સોનમ કપૂર

આ લિસ્ટમાં પ્રથમ નામ સોનમ કપૂરનું આવે છે, જે રમઝાન મહિનામાં ઈબાદત કરવાની સાથે પોતાના ફેન્સને શુભેચ્છા પણ પાઠવે છે.

અમિતાભ બચ્ચન

બૉલિવૂડના મહાનાયક રમઝાન મહિનામાં પોતાના ફેન્સને મુબારકબાદ પાઠવે છે. આ સાથે જ અલ્લાહ સમક્ષ સૌની ખેરિયતની દુઆ પણ માંગે છે.

જાસ્મિન ભસીન

જાસ્મિન ભસીન પણ પોતાના બૉયફ્રેન્ડ અલી ગોની સાથે આ મહિને ખુદાની બંદગી કરે છે. આ સાથે ઈફ્તાર માટે પકવાન પણ તૈયાર કરે છે.

નોરા ફતેહી

એક્ટ્રેસ નોરા ફતેહી પણ રમઝાન મહિનાની ઈફ્તાર પાર્ટીમાં દોસ્તો સાથે સામેલ થાય છે.

હંસિકા મોટવાની

તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી હંસિકા મોટવાનીએ પણ પોતાના ફેન્સને રમઝાન મહિનાની મુબારકબાદ પાઠવી છે.

કરીના કપૂર

કરીના કપૂર પણ પોતાના શૌહર સૈફ અલી ખાન સાથે ઈબાદત કરે છે, પરંતુ એક્ટ્રેસ રોજા નથી રાખતી.

બ્લેક લવર્સ જરૂરથી ટ્રાય કરો અભિનેત્રીઓના આ લહેંગા