ભારતનું એક એવું ગામ જ્યાં મહિલાઓ કપડા નથી પહેરતી, અહીંની પરંપરા જાણીને ચોંકશો


By Sanket M Parekh2023-05-10, 16:35 ISTgujaratijagran.com

વિચિત્ર પ્રથા

હિમાચલ પ્રદેશના પીણી ગામને ગૂગલ કરશો, તો અહીની એક વિચિત્ર પ્રથા વિશે જાણવા મળશે. અહીં મહિલાઓ 5 દિવસ સુધી નિર્વસ્ત્ર રહે છે.

શું છે આ તહેવાર?

શ્રાવણ મહિનામાં આ તહેવાર મનાવવામાં આવે છે. અહીં તમામ પરિણીત મહિલાઓ 5 દિવસ સુધી નિર્વસ્ત્ર રહે છે.

ક્યા દિવસથી શરૂ થાય છે આ તહેવાર?

આ પ્રથા દર વર્ષે 17 થી 21 ઓગસ્ટ સુધી મનાવવામાં આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, જો આ પ્રથાને નહીં નિભાવવામાં આવે, તો દેવતા નારાજ થઈ જશે.

પુરુષો માટે અલગ રિવાજ

જો મહિલાઓ કપડા નથી પહેરતી, તો ગામના પુરુષો આ દિવસો દરમિયાન માસ-મદિરાથી દૂર રહે છે. આ તહેવારને આખુ ગામ આસ્થાથી ઉજવે છે.

એકબીજા સાથે વાત નથી કરતાં પતિ-પત્ની

આ દરમિયાન પતિ અને પત્ની એકબીજા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નથી કરતા અને તેમને અલગ રહેવાનું હોય છે. પતિ પોતાની પત્નીને નિર્વસ્ત્ર હાલતમાં જોઈ પણ નથી શકતો.

શું છે માન્યતા?

ગામની માન્યતા છે કે, જો આ રિવાજ નહીં નિભાવવામાં આવે, તો તે મહિલાની જિંદગીમાં કંઈક અશુભ થશે. આટલું જ નહીં, આ રિવાજનો ઈનકાર કરવા પર તેને ઘર સાથે સંકળાયેલ કંઈક ખરાબ સમાચાર મળશે.

લાહુઆ ઘોંડ દેવતા માટેનો તહેવાર

ઘણાં સમય પહેલા રાક્ષસ ગામની અંદર આવીને સુંદર કપડા પહેરેલી સ્ત્રીને ઉઠાવી જતો હતો. બસ ત્યારથી ગ્રામજનોએ લાહુઆ ઘોંડ દેવતાની શરણ લીધી. આ દેવતા પીણી ગામ આવ્યા અને ગ્રામજનોનું રાક્ષસથી રક્ષણ કર્યું.

પટ્ટૂ ધારણ

સમયાંતરે આ પ્રથામાં કેટલોક ફેરફાર જરૂર થયો છે. હવે મહિલાઓ 5 દિવસ સુધી કપડા નથી બદલતી, પરંતુ પટ્ટૂ નામનું એક પાતળુ વસ્ત્ર ધારણ કરે છે, જે 5 દિવસ સુધી પહેરવું પડે છે અને દેવતાની પૂજા કરવાની હોય છે.

ઇન્ડોનેશિયાની સૌથી ચર્ચિત જગ્યાઓ