Weight Loss Tips : વજન ઘટાડવા માટે ક્યા ખોરાકનું સેવન ન કરવું જોઈએ, ચાલો જાણીએ


By Vanraj Dabhi26, Oct 2023 06:46 PMgujaratijagran.com

વધુ પ્રોટીનયુક્ત ખોરાક ન ખાવ

વજન ઘટાડવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવ્યા પછી પણ વજનમાં ઘટાળો ન થાય તો તમે તમારા આહારમાં ફેરફાર કરી શકો છો. જો તમે તમારા આહારમાંથી કેટલાક ઉચ્ચ પ્રોટીન વાળો ખોરાક ખાવાનું ટાળો છો તો વજન ઘટાડો થઈ શકે છે.

પ્રોટીન વજન વધારવામાં મદદરૂપ છે

પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે કોષોનું મજબૂત કરે છે અને નવા કોષો બનાવે છે. પ્રોટીન શરીરને મજબૂત અને શક્તિશાળી બનાવે છે. આવી સ્થિતિમાં જે લોકોનું વજન ઘટાડવા માંગે છે તેમને પ્રોટીનયુક્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. તેથી જ વજન ઘટાડવા માટે તમારે કેટલાક ઉચ્ચ પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું બંધ કરવું જોઈએ.

પ્રોટીન શેક

જો તમે જીમ પહેલા કે પછી પ્રોટીન શેક પીતા હોવ તો તે સારી વાત છે. પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે હાઈ પ્રોટીન શેક પીવાનું ટાળવું જોઈએ.

દહીં

તમને જણાવી દઈએ કે બજારોમાં ઉપલબ્ધ પેકેજ વાળું દહીં ઘણા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ અને ખાંડથી બનેલું હોય છે. તેથી દહીંમાં પ્રોટીનની માત્રા વધુ હોવા ઉપરાંત વજન વધારનારા ઘણા તત્વો પણ હોય છે.

અનાજ

ઘણા અનાજમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તમારે ઉચ્ચ પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

ચીઝ

જો તમારે વજન ઘટાડવું હોય તો ચીઝ ખાવાનું ટાળવું જોઈએ. પ્રોટીનની માત્રા વધુ હોવાની સાથે તેમાં સારી માત્રામાં ચરબી પણ હોય છે જે વજનમાં વધારો કરી શકે છે.

ડ્રાય ફ્રૂટ્સ

ડ્રાય ફ્રૂટ્સ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. આના સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ.

વાંચતા રહો

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારા આહારમાં આ વસ્તુઓનું સેવન ન કરો. સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખૂબ જ ચમત્કારિક છે આ શાકભાજી, કમળ કાકડી ખાવાથી શરીરને મળશે કમાલના ફાયદા