શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી હશે તો, સ્કિન અને વાળ ડેમેજ થઇ શકે છે, સાથે જ કમજોરી પણ અનુભવાય છે. જો તમે તમારા ડેલી ડાયેટમાં આ ફૂડનો સમાવેશ કરશો તો પ્રોટીનની ઉણપ પૂરી કરી શકો છો.
દાળ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. મગદાળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, અને આ પાચનશક્તિમાં પણ મદદ કરે છે. આ શરીરમાં પ્રોટીનની ઉપણને દૂર કરે છે.
બદામ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. આના સેવનથી પ્રોટીનની ઉણપ દૂર થાય છે.
બ્રોકોલીમાં પ્રોટીનની ભરપૂર માત્રામાં હોય છે, આ સિવાય બીજા ઘણાં પોષકતત્ત્વો રહેલાં હોય છે, જે સ્વાસ્થ્યને ફાયદો કરે છે. તમે આને સલાડ અથવા શાકમાં ઉપયોગ કરી શકો છો.
ઈંડમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તમે ઈંડાને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. તમે બાફીને અથવા તો ઈંડાની અલગ અલગ વાનગીઓ બનાવીને પણ ખાઇ શકો છો.
સોયાબીનને પ્રોટીનનો નેચરલ સોર્સ ગણવામાં આવે છે. શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી કરે છે, તમે આનું પણ સેવન કરી શકો છો.
રાજમામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે તમે રાજમાનું સેવન કરી શકો છો આને ખાવાથી શરરીમાં એનર્જી રહે છે.