ટામેટા ખાવાથી બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસમાં મદદ મળે છે. રોગોથી પીડાતા બાળકોને રોજ એક ગ્લાસ ટામેટાનો જ્યૂસ પીવડાવવો જોઇએ.
વજન ઘટાડવા માટે પણ ટામેટાનું સેવન કરવું જોઇએ. આને સલાડ તરીકે પણ ખાઇ શકાય અથવા તો જ્યૂસ બનાવીને પીવો.
સાંધાના દર્દીઓએ ટામેટાનું સેવન કરવું જોઇએ. ટામેટાના જ્યૂસમાં અજમો મિક્સ કરીને પીવાથી આરામ મળે છે.
નિયમિત રીતે ટામેટાનું સેવન કરવાથી શરીરને વિટામિન સી મળતું રહે છે. આ કારણથી ગર્ભવતી મહિલાઓને ટામેટા ખાવની સલાહ આપવામાં આવે છે.
ટામેટા ખાવા સિવાય ત્વચા ઉપર લગાવવાથી ચહેરો ચમકદાર બને છે. આ માટે ટામેટાને ક્રશ કરીને ફેસ ઉપર લગાવો, અસર જલદી જોવા મળશે.
ટામેટમાં કાળા મરી મિક્સ કરીને ખાલી પેટ ખાવાથી પેટની તકલીફોથી રાહત મળશે. આવી જ રીતે ડાયાબિટીસના દર્દીઓએ પણ ટામેટાનું સેવન કરવું જોઇએ.