દિવાળીનો તહેવાર મિઠાઈઓ વગર અધૂરો હોય છે. એવામાં લોકો પોતાની મિઠાઈઓ ખાવાની ઈચ્છાઓને નિયંત્રણમાં રાખી શકતા નથી. જો તમે પણ આ દિવાળીમાં તમારી પસંદીદા મિઠાઈઓ ખાવા માંગો છો તો પ્રોટીનથી ભરપૂર મિઠાઈઓનું સેવન કરો.
જણાવી દઈએ કે મિઠાઈઓમાં ભરપૂર પ્રોટીન હોય છે. છત્તા પણ સિમિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ.તેનુ કારણ એ જ કે તેમાં શુગર અને ફેટ પણ હોય છે.
ભારતીય ઘરોમાં દરેક તહેવારમાં ખીર બનતી હોય છે. તે ટેસ્ટીની સાથે સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે. ખીરની અંદર કેલેરીની માત્રા ઓછી હોય છે.તમે ખીરમાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકો છો.
મિલ્ક કેકમાં દૂધ સૌથી મહત્વનો ઘટક છે. દૂધ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે, સાથે ઘણા પ્રકારના અમીનો એસિડ હોય છે. આ મિઠાઈથી રોગ પ્રતિકારક શક્તિમાં અને ઉર્જામાં વધારો કરે છે.
ચણાનાં લોટનો હલવો ખૂબ જ પ્રચલિત મિઠાઈ છે. તેમાં સારા એવા પ્રમાણમાં કાજૂ , બદામ,અખરોટ નાખવામાં આવે છે. જે આ હલવાને હેલ્ઘી બનાવે છે. જેમાં ખનીજ,ફાઈબર,પ્રોટીન જેવા પોષકતત્વો હોય છે.
ચણાનાં લોટ લાડવામાં ફોલિક એસિડ રહેલું હોય છે. તે શરીરમાં આયરન અને બ્લડ સેલ્સ વઘારે છે. ચણાનાં લોટ લાડવામાં પ્રોટીનથી ભરપૂર હોય છે.