જો સવારમા શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લેવું કે તમારા શરીરમાં બ્લડ પ્રેશર વધી


By Smith Taral27, Mar 2024 01:14 PMgujaratijagran.com

આજકાલ આપણી ખરાબ જીવનશૈલી, અનહેલ્ઘી ખોરાક, અને તણાવને લીધે તમને બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે. હાઈ બીપીના કિસ્સામાં દવાઓ લેવી ખૂબ જ જરૂરી છે. જો તમને સવારે ઉઠતાની સાથે જ આ 5 લક્ષણો દેખાય તો સમજી લો કે તમારું બ્લડ પ્રેશર વધી રહ્યું છે. ચાલો જાણીએ આ લક્ષણો વિશે.

ચક્કર આવવા

જો તમને સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવવા લાગે, અને જો પથારીમાંથી ઉઠ્યા પછી તરત જ ચક્કર આવે છે, તો તમારુ પણ બ્લડ પ્રેશર તમારે ચોક્કસથી તપાસી લેવું જોઈએ

સવારે તરસ લાગે છે

જો તમને સવારે ઉઠતાની સાથે જ તરસ લાગતી હોય તો તે હાઈ બ્લડ પ્રેશરની નિશાની હોઈ શકે છે. આ માટે તમારું બ્લડ પ્રેશર તપાસવું જરૂરી છે

ઝાંખુ દેખાવું

જો તમે સવારે ઉઠતાની સાથે જ તમને ઝાંખુ દેખાતું હોય તો એ પણ હાઈ બ્લડ પ્રેશરની નિશાની પણ હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર આંખને નુકસાન પહોંચાડી શકે છે

ઉબકા અને ઉલટી

સવારે ઉઠ્યા પછી તરત જ ઉલ્ટી જેવું થતું હોય તો તમારે તમારું બ્લડ પ્રેશર તપાસવું જોઈએ. આ સાથે બ્લડ પ્રેશર વધવાથી એસિડિટી અને નબળાઈ જેવા લક્ષણો દેખાઈ શકે છે

ઊંઘ ન આવવી

વધું પડતું બ્લડ પ્રેશર ઊંઘને ​​અસર કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ઊંઘ નથી આવતી, અને સવારે ભરપૂર ઊંઘ આવે છે. જો તમને પણ આ પ્રકારના લક્ષણો દેખાતા હોય તો ચોક્કસપણે તમારું બ્લડ પ્રેશર તપાસી લેવું જોઈએ

આ લોકોએ કીવીનું જ્યુસ ન પીવું જોઈએ, જાણો કેમ