આ લોકોએ કીવીનું જ્યુસ ન પીવું જોઈએ, જાણો કેમ


By Vanraj Dabhi26, Mar 2024 10:16 AMgujaratijagran.com

કિવીનો જ્યુસ

કીવીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કેટલીક લોકોને તેનું સેવનથી નુકસાન પણ થઈ શકે છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર કિવી દરેક માટે ફાયદાકારક છે પરંતુ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કિસ્સામાં તેનો જ્યુસ અથવા કિવીનું સેવન કરવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

કિડની માટે હાનિકારક

કીવીના જ્યુસનું વધુ પડતું સેવન કરવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે.

સર્જરી દરમિયાન

જે લોકોએ સર્જરી કરાવી હોય અથવા કરવા જઈ રહ્યા હોય તેમણે કીવીના જ્યુસનું સેવન ન કરવું જોઈએ.

એલર્જી

જો તમને કીવીથી એલર્જી હોય તો કીવી કે તેના જ્યુસનું સેવન ન કરો, આમ કરવાથી ઉલ્ટી કે ત્વચાની એલર્જી થઈ શકે છે.

વજન વધારે છે

કિવીના જ્યુસનું નિયમિત સેવન કરવાથી તમારું વજન વધી શકે છે.

સગર્ભા સ્ત્રીઓ

કિવી અથવા કિવીનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે,પરંતુ સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

રક્તસ્ત્રાવ

બ્લીડિંગ ડિસઓર્ડરથી પીડિત લોકોએ કીવીના જ્યુસનું સેવન ન કરવું જોઈએ.

વાંચતા રહો

જો કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લો.આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં ફ્રીજના બદલે ઘડાનું પાણી પીશો તો આ રોગ મટી જશે, જાણી લો