Places In Gujarat: ગુજરાતના આ સ્થળોની સુંદરતા અને ત્યાંની સંસ્કૃતિ છે અદભુત


By Smith Taral20, Jul 2024 12:46 PMgujaratijagran.com

ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન

ગુજરાતમાં આવેલી આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની તમારે ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ, આ જગ્યાની ઘણી હિસ્ટોરીકલ વેલ્યુ છે, તમે અહિંના અદભૂત લેન્ડસ્કેપ્સની મજા માણી શકો છો

સાપુતારા

ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા તેની પહાડોનું અદભુત સુંદરતા માટે પ્રખ્યાત છે. આ જગ્યા પર તમે આદિવાસી સંસ્કૃતિ વિશે જાણી અને અનુભવ કરી શકો છો.

દ્વારકા

આ જગ્યા ધાર્મિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે, અહિં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના તમે દર્શન કરી શકો છો. અને તેની બહાર શાંત દરિયાકિનારા પર હળવાશનો સમય પસાર કરી શકો છો

રાણી ની વાવ

પાટણમાં આવેલી આ હિસ્ટરોકિલ જગ્યા તેની જટિલ સ્થાપત્ય અને શિલ્પો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ માં પણ સ્થાન મળ્યું છે.

પાલીતાણા

પાલીતાણા જૈનો માટે ઘણું મહત્ત્વનું સ્થળ છે, અહીં શત્રુંજય ટેકરી પર ઘણા જૈન મંદિરો આવેલા છે, જેની મુલાકાત લઈ શકાય છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

એશિયામાં માત્ર ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાટીક સિંહો જોવા મળે છે, અહીં તમે સિંહોને જંગલમાં વિહરતા જોઈ શકો છો, અને જંગલ સફારીનો આનંદ પણ માણી શકો છો

માંડવી બીચ

માંડવી બીચ સ્વચ્છ અને શાંત સ્થળ છે, જ્યાં તમે બેસીને તમારા પરિવાર અથવા મિત્રો સાથે સમય પસાર કરી શકો છો. આ સિવાય તમે અહિં નજીકના ઐતિહાસિક શિપબિલ્ડીંગ યાર્ડ્સની પણ મુલાકાત લઈ શકો છો

Places In Jaipur: જયપુરની આ જગ્યાઓ છે કપલ માટે બેસ્ટ, જાણો શું જોવાલાયક છે અહીં