સ્કિનને સાફ રાખે છે આ 7 ડ્રિન્ક્સ


By hariom sharma27, Feb 2023 04:35 PMgujaratijagran.com

ગ્લોઇંગ સ્કિન માટે ફેસ પેક અને ડાયેટ પર ધ્યાન આપવા સિવાય ડિટોક્સ પણ કરવું જરૂરી

લીંબુ-કાકડી

લીંબુ અને કાકડીથી તમે ઘરે ડિટોક્સ ડ્રિન્ક તૈયાર કરી શકો છો. લીંબુનો રસ, ફૂદીનાના પત્તા અને કાકડીની જરૂર પડે છે.

લીલાં શાકભાજીના જ્યૂસ

દરેક શાકભાજીના જ્યૂસ શરીર અને બ્લડને અંદરથી સાફ રાખે છે, જે સ્કિની ચમક માટે જરૂરી હોય છે. આ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

તરબૂચનો જ્યૂસ

તરબૂચના જ્યૂસમાં તમે ફૂદીનેના પત્તાને મિક્સ કરીને ડિટોક્સ ડ્રિન્ક્સ બનાવી શકો છો. આનાથી વજન ઘટે છે અને ચહેરા પર ગ્લો વધે છે.

હળદરનું પાણી

શરીરને ડિટોક્સ કરવા માટે હળદરનું પાણી પી શકો છો. પાણીમાં ચપટી હળદર મિક્સ કરીને ઉકાળીને પીવો, આનાથી સ્કિન સાફ થશે.

લીંબુ પાણી

જો તમારી પાસે સમય ઓછો છે તો રોજ સવારે લીંબુ પાણી પીવાની આદત પાડો. આ એક સારું ડિટોક્સ ડ્રિન્ક બની શકે છે. આ માટે નવશેકા પાણીનો ઉપયોગ કરવો.

એપ્પલ સાઇડર વિનેગર

એપ્પલ સાઇડર વિનેગર પણ શરીરને ડિટોક્સ કરીને સ્કિન સાફ રાખે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને પીવો. સ્વાદ માટે મધ પણ મિક્સ કરી શકો છો.

ગ્રીન ટી

ગ્રીન ટી વેટ લોસ માટે તો જરૂરી છે સાથે જ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમા રહેલું એન્ટિઓક્સિડેન્ટ એન્ટિ એજિંગનું કામ કરે છે.

Health Tips: પેટમાં વારંવાર થાય છે સમસ્યા તો કરો આ ઉપાય