Cockroaches: ઘરમાં વંદાનો ત્રાસ વધી ગયો હોય તો છૂટકારો મેળવવા શું કરશો?


By Sanket M Parekh29, Nov 2024 04:06 PMgujaratijagran.com

ઘરેલુ નુસખા

જો તમારા ઘરમાં પણ વંદાનો ત્રાસ વધી ગયો હોય, તો પરિવારના સભ્યો વારંવાર બીમાર પડી શકે છે. જો તમે પણ ઘરમાંથી વંદા દૂર કરવા માંગો છો, તો અહીં અમે તમને કેટલાક ઘરેલુ નુસખા જણાવીશું. જેને અજમાવીને તમે વંદાના ત્રાસમાંથી છૂટકારો મેળવી શકો છો.

બેકિંગ પાવડર

બેકિંગ પાવડરમાં ખાંડ અને પાણી મિક્સ કરીને લિક્વિડ બનાવી દો અને પછી તેને સ્પ્રેની બોટલમાં ભરીને જ્યાં સૌથી વધુ વંદા આવતા હોય, ત્યાં છાંટી દો. ખાંડના કારણે વંદા આકર્ષાય છે અને બેકિંગ સોડાની સ્મેલથી તે મરી જશે.

લવિંગ

લવિંગની સ્મેલ વંદા સહન નથી કરી શકતા. આથી તમે વધુ વંદા આવતા હોય, તે જગ્યાએ લવિંગ રાખી શકો છો. અથવા તો લવિંગને પાણીમાં નાંખીને ઉકાળ્યા બાદ વંદા વાળી જગ્યાએ સ્પ્રે કરી શકો છો.

કેરોસીન

કેરોસીનની સ્મેલથી વંદા દૂર ભાગવા લાગે છે. આ માટે તમે કેરોસીનને સ્પ્રે બોટલમાં ભરીને વંદા વધુ દેખાતા હોય, તે જગ્યાએ છાંટી દો. જેનાથી તમામ કૉકરોચ ભાગી જશે.

તમાલપત્ર

તમાલ પત્રની સ્મેલથી પણ વંદા દૂર ભાગે છે. આથી તમાલ પત્રના કટકા કરીને તેને વંદા વધુ આવતા હોય, તેવી જગ્યાએ મૂકી દો. થોડા દિવસ આવી રીતે રાખવાથી વંદા નહી આવે.

ઈંડાની છાલ

ઈંડાની છાલથી વંદા ખૂબ જ ડરે છે. આથી તમે જ્યાંથી વંદા વધુ આવતા હોય, તેવી જગ્યાએ ઈંડાની છાલ મૂકી શકો છે. જેના ડરથી વંદા દેખાવાનું બંધ થઈ જશે.

લીમડાનું પાણી

લીમડાની કડવી સ્મેલ વંદાને દૂર ભગાડવામાં કારગર સાબિત થઈ શકે છે. આ માટે તમે પાણીમાં લીમડાને મિક્સ કરીને તેને સ્પ્રે બોટલમાં ભરીને રાખો. જે બાદ જ્યાં વધુ વંદા દેખાતા હોય, ત્યાં છાંટી દો.

અન્ય ટિપ્સ

આ અસરકારક નુસખા ઉપરાંત તમે ઘર અને કિચનને સારી રીતે સાફ કરો. દરરોજ પોતું મારો, ત્યારે પાણીમાં ફિનાઈલ નાંખવાનું રાખો.જેનાથી ધીમે-ધીમે વંદાનો ત્રાસ ઓછો થવા લાગશે.

Pressure Cooker Tips: શું કૂકરની સીટીમાંથી પાણી નીકળે છે? આ ઉપાયો કરો