બાળકોના સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે પાણીની ઉણપ, માતા-પિતા ખાસ વાંચે


By Sanket Parekh13, Apr 2023 02:54 PMgujaratijagran.com

મોંઢુ અને જીભ સૂકાઈ જવી

બાળકોમાં ફ્યૂડ એટલે કે તરલ પદાર્થોની કમીના કારણે તેમના મોંઢાની સાથે-સાથે હોઠ અને જીભ સૂકાવા લાગે છે. જેને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવાથી ઘણી વખત હોઠ કાળા પડી જાય છે.

માથાનો દુખાવો

શરીરમાં પાણીની કમી થવાથી માથામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. પાણીની કમીના કારણે બ્રેઈન ટિશ્યૂ સંકોચાવા લાગે છે, જેના કારણે માથુ ભારે લાગે છે.

શ્વાસ ચઢવો

બાળકોમાં ડીહાઈડ્રેશન થવા પર તેમનો શ્વાસ ફૂલવા લાગે છે. આવી સ્થિતિમાં ડાયેરિયા કે ઉલટી થવાના કારણે પણ ઘણી વખત શ્વાસની ગતિ વધી જાય છે.

આંખોમાં ઝાંખપ

સામાન્ય રીતે બાળકોની સાથે-સાથે વયસ્કોમાં પણ પાણીની ઉણપ થવાથી આંખોમાં ઝાંખપ થઈ જાય છે. લાંબા સમય સુધી ઓછું પાણી પીવાની આદત ફૉલો કરવાથી આંખોમાં રહેલા ટિશ્યૂ પર અસર પડી શકે છે.

પેશાબ ઓછો આવવો

પેશાબ ઓછો આવવો ડીહાઈડ્રેશનના સામાન્ય કારણો પૈકી એક છે. એવામાં શરીરમાંથી તરલ પદાર્થની માત્રા ઓછી થઈ જાય છે, જેની અસર કિડની પર થાય છે. જેથી યુરિન ઓછું અને પીળું આવવા લાગે છે.

ડ્રાય સ્કિન

શરીરમાં પાણીની કમીના કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે. એવામાં ત્વચા પર કરચલીઓ પડવાની સાથે-સાથે કાળા ડાઘ પડવા લાગે છે. એવી સ્થિતિમાં બાળકોની ત્વચા ડલ અને કાળી પડી જાય છે.

હિના ખાનના સ્ટનિંગ વેસ્ટર્ન લુક