પેટના સોજાથી છો હેરાન, આ જડી બૂટીઓ આવશે કામ


By Prince Solanki15, Dec 2023 02:45 PMgujaratijagran.com

પેટનો સોજો

કેટલાક લોકો પેટની સમસ્યાઓથી હેરાન હોય છે, જેના કારણે રોજિંદા જીવન પર ખરાબ અસર પડે છે. આ સમસ્યાના કારણે લોકો વધારે દવાઓનુ સેવન કરતા હોય છે અને તણાવનો પણ અનુભવ કરતા હોય છે.

અસરકારક જડી બૂટીઓ

પેટના સોજાથી થતા દુખાવાને દૂર કરવા માટે તમે કેટલીક જડી બૂટીઓનુ સેવન કરી શકો છો. ચલો જાણીએ કેટલીક જડી બૂટીઓ વિશે જે તમારા પેટના સોજાના દુખાવાને દૂર કરવામા મદદ કરશે.

ફૂદીનો

પાચનતંત્રને મજબૂત કરવા માટે ફૂદીનો ખૂબ જ અસરકારક છે. ફૂદીનાના ગુણ પેટના સોજાથી થતા દુખાવાને દૂર કરવા માટે પણ સહાય કરે છે.

મુલેઢી

મુલેઢીનો ઉપયોગ ઔષધી તરિકે કરવામા આવે છે. એમા એવા ગુણ હોય છે પેટના સોજા, કબજિયાત અને અપચાની સમસ્યાને દૂર કરે છે.

આદુ

આદુનો ઉપયોગ શરદી, ખાંસી તથા તાવ જેવી સમસ્યાઓથી બચવા માટે કરવામા આવે છે. આદુના સેવનથી પેટના સોજાથી થતા દુખાવાને દૂર કરવા માટે મદદ મળે છે.

વરિયાળી

પેટ સંબધિત સમસ્યાઓમા વરિયાળીનુ સેવન કરવુ પણ ઉપયોગી સાબિત થાય છે. પેટના સોજાથી થતા દુખાવામા રાહત મેળવવા માટે તમે વરિયાળીના પાણીનુ સેવન કરી શકો છો.

તુલસી

તુલસીને એક ખાસ ઔષધી માનવામા આવે છે. તેના સૂકા પત્તા પેટના સોજાથી થતા દુખાવામા રાહત આપે છે અને પાચનતંત્રને મજબૂત કરવામા મદદ કરે છે.

હળદર

આયુવેર્દમા હળદરના પણ અનેક ફાયદા જણાવવામા આવ્યા છે. જો તમે લાંબા સમયથી પેટના સોજાની સમસ્યાનો સામનો કરી રહ્યો છો તો તમે હળદરનો ઉપયોગ કરી શકો છો.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

સવારે પીઓ કોથમીરનુ પાણી, મળશે અનેક ફાયદા