સંધિવા દરમિયાન હાડકાના સાંધામાં સોજા રહે છે અને ભયંકર દુખાવો થાય છે. વધતી વયની સાથે અનહેલ્ધી ડાયટ પણ સંધિવા થવાનું એક મોટું કારણ છે.
સંધિવાની સમસ્યા પુરુષો કરતાં મહિલાઓમાં વધારે જોવા મળે છે. ખાસ કરીને 40 વય બાદ. આજકાલની લાઈફસ્ટાઈલમાં આ એક સામાન્ય સમસ્યા થઈ ચૂકી છે.
જો તમે સંધિનાના શિકાર હોવ, તો ખાણી-પીણીની આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જેથી લાંબા સમય સુધી હેલ્ધી રહી શકો અને ખુશહાલ જીવન જીવી શકો.
સંધિવાથી પીડિત દર્દીઓએ પોતાની ડાયટમાં ગળી વસ્તુઓને પૂરી રીતે આઉટ કરી દેવી જોઈએ, કારણ કે ગળી વસ્તુ તમારા દુખાવાને વધારી શકે છે.
ચિપ્સથી લઈને ફરસાણ અને પિનટ્સ જેવી અનેક વસ્તુઓ પણ સામેલ છે. જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મીઠુ હોય છે. એવામાં તેનું સેવન ના કરશો.
સંધિવાનો સામનો કરી રહેલા લોકોએ પ્રોસેસ્ડ ફૂડ પણ એવોઈડ કરવું જોઈએ, કારણ કે તેમાં પ્રિજર્વેટિવ્સની સાથે સુગર અને રિફાઈન્ડ અનાજ હોય છે.
આ ઉપરાંત કાબુલી ચણા, કાળા દેશી ચણા, વટાણા, તળેલુ, મસાલેદાર, અથાણું અને મેદાથી બનેલી વસ્તુઓ પણ ના ખાવી જોઈએ.