હિંગનો સૌથી વધારે ઉપયોગ મસાલા તરીકે થાય છે. હિંગ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. હિંગ ખાવાનો સ્વાદ વધારવાની સાથે તમારા ભાગ્યને પણ ચમકાવે છે.
હિંગની એક ગાંઠ પાણીમાં પલાળીને તેનાથી સ્નાન કરવાથી તમને દેવામાંથી છૂટકારો મળશે. દેવાથી મુક્તિ માટે લાલ દાળમાં હિંગ મિક્સ કરીને દાન કરવાથી દેવામાં છૂટકારો મળે છે.
જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા છે તો, 5 ગ્રામ હિંગ, 5 ગ્રામ કપૂર અને 5 ગ્રામ કાળી મરીનો પાઉડર બનાવીને તેને રાઇના દાણા સમાન ગોળી બનાવી લો. હિંગના આ નુસખાને સતત ત્રણ દિવસ સુધી કરવાથી લાભ થશે.
જો તમને એવો ભાસ થાય છે કે, તમારા ઘરમાં કોઇ પ્રકારની ભૂત-પ્રેત અથવા તો કોઇએ તંત્ર-મંત્ર કર્યું છે, તો એવામાં તેનાથી બચવા માટે હિંગના પાણીના કોગળા કરવા.
કોઇ પણ કામમાં સફળતા મેળવવા માટે એક ચપટી હિંગ લઇને પોતાના માથા ઉપરથી ઉતારી, ઉત્તર દિશામાં ફેંકી દો. હિંગના આ નુસખાથી કામમાં આવતી અડચણો દૂર થશે.