Heath Tips: સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે બાફેલા બટેકા, જાણો કેવી રીતે


By Kishan Prajapati21, Feb 2023 05:50 PMgujaratijagran.com

શરીરમાં સ્ફૂર્તિ રહેશે

જિમમાં વર્કઆઉટ કર્યા પહેલાં બાફેલા બટેકાનું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

હૃદય માટે ફાયદાકારક

બાફેલા બટેકામાં રહેલું પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખે છે. તેના સેવનથી સ્ટ્રોક, હાર્ટ ફેલિયર અને હાર્ટ એટેકનો ખચરો રહેતો નથી.

હાડકા માટે ફાયદાકારક

બાફેલા બટેકા કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે.

વજનમાં ઘટાડો

બાફેલા બટેકેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. તળ્યા વગરના બટેકા વજન ઘટાડવામાં મદદગાર છે.

વિટામિનથી ભરપૂર

બાફેલા બટેકામાં વિટામિન બી અને સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામીન બી શરીરના વિકાસમાં મદદગાર હોય છે તે વિટામિન સીમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.

મગજના વિકાસમાં સહાયક

બાફેલા બટેકામાં રહેલાં વિટામિન્સ, ફાઇબર્સ, મિનરલ્સ મગજના વિકાસ માટે ખૂબ જ મદદગાર હોય છે. તેમાં મગજની કેટલીક નવી સેલ્સ પણ બને છે.

મસલ્સ બનાવવામાં ફાયદાકારક

બાફેલા બટેકામાં કાર્બોહાઇડ્રેટ શરીરમાં અવશોષિત થઈને તમારા મસલ્સને વર્કઆઉટ કરવાની તાકાત આપે છે. તેને મસલ્સ બિલ્ડિંગ તરીકે પણ ઉપયોગ કરાય છે.

પાચનમાં મદદગાર

બાફેલા બટેકામાં ભરપૂર ફાઇબર હોય છે. જે પાચનક્રિયાને સુચારુ રૂપે કામ કરવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા થતી નથી. તેનાથી આંતરડા પણ સ્વસ્થ થાય છે.

આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે

Back Pain: પુરુષોમાં કમર દુખાવાના આ છે કારણ, જાણો બચવાના ઉપાય