Back Pain: પુરુષોમાં કમર દુખાવાના આ છે કારણ, જાણો બચવાના ઉપાય


By hariom sharma21, Feb 2023 04:39 PMgujaratijagran.com

ધૂમ્રપાન

ધૂમ્રપાનના કારણે સ્પાઇનમાં બ્લડ ફ્લો ઓછો થવા લાગે છે. આ કારણથી બેક પેન અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધે છે.

તણાવ

જે પુરુષ ડિપ્રેશનમાં રહે છે તેમને કમરના દુખાવાની સંભાવના વધુ જોવા મળે છે. તણાવ વધવાના કારણે મસલ્સ ટેન્શન વધી જાય છે.

ફિજિકલ એક્ટિવ

પુરુષો ફિજિકલ એક્ટિવ વધુ કરે છે આ કારણથી તેમને વધુ કમર દર્દ થાય છે. આ કારણથી પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવું જોઇએ.

બેસીને કામ કરવું

જો પુરુષ આખો દિવસ બેસીને કામ કરે છે, તેમને કમરના દુખાવાનો ખતરો રહે છે. કામની વચ્ચે થોડો બ્રેક લો. સાથે જ રોજ કસરત કરો.

પાણી

પર્યાપ્ત માત્રામાં પાણી અને પોષકતત્ત્વોનું સેવન કરો.

આરામ ખુરશી

કમરને આરામ આપે તેવી ખુરશીનો ઉપયોગ કરો. નમીને ના બેસવું અને પોજિશન બદલતા રહેવું.

લસણ

લસણ કમરના દુખાવામાં કારગર છે. આ માટે એક વાટકી સરસવના તેલમાં લસણની 4-5 કળી મિક્સ કરીને ગરમ કરો. ઠંડુ થયા બાદ કમર પર તેલની માલીશ કરો.

હળદર

રાત્રે સૂતા પહેલાં હળદરવાળુ દૂધ પીવો કમર દર્દ ઓછો થશે.

નારીયળ તેલ અને કપૂર

નારીયળ તેલ અને 3થી 4 કપૂરને સારી રીતે ગરમ કરો. ઠંડુ થયા બાદ કમર પર માલીશ કરો.

નીલગીરીનું તેલ

નવશેકા પાણીમાં નીલગીરીનું તેલ મિક્સ કરીને સ્નાન કરો. આનાથી કમરના દુખાવાની સાથે બોડી પેનમાં પણ આરામ મળશે.

આદું

એક કપમાં એક ઈંચ આદુંના ટુકડાંને ઉકાળવા માટે રાખો. આને 10 મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ લીબું અને મધ મિક્સ કરીને સેવન કરો.

સિંધવ મીઠું

એક ડોલ નવસેકુ પાણી ભરી લો. બે ચમચી સિંધવ મીઠું એડ કરો, હવે આ પાણીથી સ્નાન કરો.

સેક કરવો

ગરમ સેક એ કમર દર્દનો ઘરેલું ઉપાય છે. આ ઉપચાર કરવો સરળ છે. કમરના દુખાવાને ઓછો કરવા માટે ખૂબ જ અસરકારક છે.

Health Tips: ખાવાના તેલને વારંવાર ઉકાળવાથી બગડે છે સ્વાસ્થ્ય