હોટલ અથવા તો રોડ ઉપર ઊભી રહેતી ખાણી-પીણીની લારીઓમાં એક જ તેલને વારંવાર ઉકાળીને તેમાં ખાવાની વસ્તુઓ બનાવવામાં આવે છે.
એકનું એક ઉકાળેલું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે. આમા ટ્રાન્સ ફેટની માત્રા ખૂબ જ વધારે હોય છે.
વારંવાર ઉકાળેલા તેલમાં બનેલી ખાદ્યા સામગ્રી આરોગવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને હૃદયરોગનો ખતરો વધી જાય છે.
ઘરમાં પણ એક જ તેલનો ઉપયોગ ત્રણથી વધુ વખત ના કરવો, વધેલા તેલનો ઉપયોગ કરવાથી ટોક્સિન નીકળે છે, જેનાથી શરીર પર આડઅસર થાય છે.
વારંવાર ઉકાળેલા તેલનો ઉપયોગ કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે, જેનાથી હાર્ટ સ્ટ્રોક અને લીવર ફેલ થવાની સાથે કેન્સરનું જોખમ પણ રહે છે.