શરીરને જરુરી પોષકતત્વો આપવાનુ કામ ઘી કરે છે. જો કે ઘણા લોકોને તેને ડાયટમા સામેલ કરવાની રીતો વિશે ખબર હોતી નથી.
ઘીનુ સેવન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે.આયુવેદમા તો તેને સુપરફૂડ માનવામા આવે છે. ઠંડીમા ઘી ખાવાના અનેક ફાયદા મળે છે.
નાશ્તો બનાવતી વખતે તેલની જગ્યાએ ઘીને ઉપયોગ કરો. આ ઉપરાંત ટોસ્ટ પર માખણની જગ્યાએ ઘીને લગાવીને ખાઓ.
ઠંડીમા ઘી અને લસણ સાથે ખાવાથી ઘણા ફાયદા મળે છે. તેને સાથે ખાવાથી તાવની સમસ્યામા રાહત મળે છે.
હેલ્થ એક્સપર્ટ પ્રમાણે ઘીની સાથે ત્રિફળા ખાવાથી અનેમિયા જેવી સમસ્યાથી છૂટકારો મળે છે.
જમવાનુ બનાવતો સમયે કોઈપણ વસ્તુને તળવા માટે તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરી શકો છો.
સામાન્ય રીતે ગામમા વસતા લોકો રોટલી પર ઘી લગાવીને ખાવાનુ પસંદ કરતા હોય છે. આ સિવાય તમે ઘીમા પરાઠા બનાવીને પણ ખાઈ શકો છો. આ રીતે તમે તમારી ડાયટમા ઘીને સામેલ કરી શકો છો.
ઘીને તમે કાચી હળદર સાથે પણ ખાઈ શકો છો. કાચી હળદરને ઘીની સાથે પીસી લો. પછી તેને ચામા નાખીને સવારમા પી લો.