ઘઉંની રોટલી શરીરને ઉર્જા પૂરી પાડે છે. પરંતુ જો તમે ઘઉંની રોટલી ખાઈને કંટાળી ગયા છો તો અમે કેટલીક એવી લોટની રોટલી વિશે જણાવીશું, જે તમારા ભોજનનો સ્વાદ વધારી શકે છે.
ઉનાળામાં તમે ઘઉંની રોટલીની જગ્યાએ જુવાર રોટલી પણ ટ્રાય કરી શકો છો. તે પોષક તત્વોની સાથે શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે.
ફાઇબરથી ભરપૂર રાગીના લોટની રોટલી તમારા ભોજનના સ્વાદને વધારી શકે છે.
બાજરીના રોટલા જ જેમ જ મકાઈનો રોટલો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. તમે રોજિંદામાં પણ તેનો સમાવેશ કરી શકો છો.
જો તમે ઘઉંની રોટલી ખાવા ન માંગો તો બાજરીના રોટલાનો પણ તેમાં સમાવેશ કરી શકો છો.
તમે સામાન્ય લોટ અને ઓટ્સ ભેળવીને સ્વાદિષ્ટ રોટલી બનાવી શકો છો.