વજન ઓછુ કરવા માટે તમારે આ સલાડ ખાવું જોઈએ?


By Smith Taral26, May 2024 11:20 AMgujaratijagran.com

ઉનાળામાં વજન ઓછુ કરવું વધારે અઘરુ નથી, ઉનાળામાં મિનરલ્સ અને પોષકતત્વોથી ભરપૂર ફળ અને શાકભાજી મળે છે જેનું સેવન કરવાથી તમે વજન ઘટાડવા માટે કરી શકો છો. ચાલો આજે જાણીએ કેવી રીતે કુદરતી રીતે સલાડ ખાવાથી વજન ઓછું કરી શકાય છે-

ગાજર

ફાઈબર બીટા કેરોટીનના ગુણોથી ભરપૂર ગાજર વજન ઘટાડવા માટે યોગ્ય સલાડ છે, જે આંખોને સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. જો તમે આનું સલાડ ખાવો છો તો શરીરમા આયર્નની ઉણપ દૂર કરી શકાય છે અને વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

સ્પ્રાઉટ્સ સલાડ

મગ, ચણા વગેરેના સ્પ્રાઉટ્સમાં કાચી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, લીંબુનો રસ, કાકડી વગેરે ઉમેરીને સ્વાદિષ્ટ સલાડ બનાવી શકાય છે. ડાયેટીશયન વજન ઘટાડવા માટે આ સલાડ ખાવાની સલાહ જરૂરથી આપે છે, કારણે કે આ શરીરને એનર્જી પણ આપે છે અને વજન પણ ઘટાડે છે

કાચા પપૈયાનું સલાડ

કાચા પપૈયાનું સલાડ પણ બનાવીને ખાઈ શકો છો. તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.

કાકડી

કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું હોય છે, અને તેમા કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. તેને સલાડ બનાવીને ખાવા ઉપરાંત જ્યુસ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

કાકડી

કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું હોય છે, અને તેમા કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. તેને સલાડ બનાવીને ખાવા ઉપરાંત જ્યુસ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

ફુટ સલાડ

ઉનાળામાં તમે ફ્રુટ સલાડ ખાવો એ ઉત્તમ વિકલ્પ છે. મિનરલ્સ અને પોષકત્ત્વોથી ભરપૂર તડબૂચ, પાઈનેપલ, કીવી, પપૈયા વગેરેથી સ્વાદિ્ષ્ટ ફ્રૂટ સલાડનું બનાવી શકાય છે અને તમારા વજન ઘટાડવાના ડાયેટમાં ઉમેરી શકાય છે

ટામેટા

ટામેટામાં શરીરને ઉર્જાની પૂરતી કરે છે, અને સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, આને સલાડમા ઉમેરીને ખાવાથી કબજિયાતમા પણ રાહત મેળવી શકાય છે

10 દિવસમાં પેટની ચરબી કેવી રીતે ઓછી કરવી?