10 દિવસમાં પેટની ચરબી કેવી રીતે ઓછી કરવી?


By Smith Taral26, May 2024 10:41 AMgujaratijagran.com

ખરાબ જીવનશૈલી અનેઅનહેલ્ધી ખોરાકના લીધે ચરબી ઝડપથી વધવા લાગે છે. વજન વધવામાં સૌપ્રથમ ચરબી પેટ પર જમા થાય છે અને શરીર બેડોળ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોય તો આ આ રીતે તમે માત્ર 10 દિવસમાં વજન ઘટાડી શકો છો. ચાલો આપણે આધ્યાત્મિક નેતા અને અક્ષર યોગ સંસ્થાનના સ્થાપક હિમાલયન સિદ્ધ અક્ષર જી પાસેથી જાણીએ કે 10 દિવસમાં પેટની ચરબી કેવી રીતે દૂર કરવી?

ચક્રાસન કરો

રોજ ચક્રાસન કરવાથી તમે તમારા પેટ પરની ચરબી ઝડપથી ઓછી કરી શકો છો. આ કસરત કરવાથી પેટની આસપાસના સ્નાયુઓ તાણ આવે છે અને પેટની ચરબી ઝડપથી બર્ન કરી શકાય છે.

ચક્રાસન કેવી રીતે કરવું

આ આસનમાં તમે તમારા પીઠના બળે સુઈ જાઓ પછી પગને ઘૂંટણ પર વાળી તમારા હથેળીને જમીન્ પર રાખી આકાશ તરફ ફેસ કરી કોણી પર હાથ વાળો

મુખ રાખીને કોણી પર હાથ વાળો

હથેળીઓને માથાની બાજુમાં બંને બાજુએ ફ્લોર પર મૂકો, અને હવે તમારા શરીરને જમીન પરથી ઊંચુ કરો અને ચક્ર જેવો આકાર બનાવો.

ઉત્કટાસન કરો

નિયમીત આ આસન કરવાથી પેટની ચરબીને ઝડપથી ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. આ સાથે તે શરીરના સ્નાયુઓને મજબૂત કરવામાં પણ મદદ કરે છે.

ઉત્કટાસન કેવી રીતે કરવું?

તમારા પગને એકબીજાથી સહેજ દૂર રાખી સીધા ઊભા રહો હવે તમારી કોણીને વાળ્યા વિના હથેળીઓ નીચે તરફ રાખી હાથ આગળ લંબાવો. હવે ઘૂંટણને વાળી, તમારા પેલ્વિસને નીચેની તરફ ધકેલી દો. પછી હાથ ઉપરની તરફ ઉભા કરો, કરોડરજ્જુને સીધી રાખો અને સામે જુઓ.

કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડવું

ઘણા લોકો વજન ઘટાડવા માટે કાર્બોહાઇડ્રેટ્સ સંપૂર્ણપણે છોડી દેતા હોય છે જે કરવું યોગ્ય નથી, કાર્બોહાઇડ્રેટ્સ તમને ઊર્જા આપે છે. અને શરીરને ઉર્જા મળે છે ત્યારે જ તમે વજન સરળતાથી ઘટાડી શકો છો

પ્રોટીનનું સેવન વધારવું

પ્રોટીન શરીરને સ્વસ્થ રાખવા માટે મહત્વનો ભાગ ભજવે છે, પ્રોટીનના ઈન્ટેક માટે બાફેલા શાકભાજી, સ્કિમ્ડ મિલ્ક વગેરેનું સેવન કરી શકો છો, પ્રોટીનયુક્ત ખોરાક પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

ફેડ ડાયટથી દૂર રહો

ક્રેશ ડાયટ અત્યંત હાનિકારક હોઈ શકે છે, તેથી તેનાથી સંપૂર્ણપણે દૂર રહો. 30% પ્રોટીન, 60% શાકભાજી અને 10% કાર્બોહાઈડ્રેટ્સનું મિશ્રણ વજન ઘટાડવા માટે સૌથી વધુ ફાયદાકારક છે.

ઉનાળામાં બરફ વાળું પાણી પીવાના ગેરફાયદા