ઘણા લોકોને ઉનાળામાં બરફ વાળું પાણી પીવું ગમે છે,આ પાણી તમને થો઼ડીવાર માટે રાહત આપશે પરંતુ પછી આ પાણી તમારા શરીરને અનેક નુકસાન કરી શકે છે.
બરફ વાળું પાણી પીવાથી કરોડરજ્જુને ઠંડક મળે છે, જે મગજને અસર કરે છે. જેના કારણે માથાનો દુખાવો થાય છે.
ઠંડુ પાણી પીવાથી તમારા શરીરમાં જમા થયેલ ચરબી સખત બની જાય છે તેથી ઉનાળામાં બરફ વાળું પાણી પીવાથી વજન વધી શકે છે.
બરફ વાળું પાણી પીવાથી શરીરમાં વધુ લાળ બને છે. જેના કારણે ગળામાં ખરાશ, ખાંસી, શરદી અને સોજો જેવી સમસ્યાઓ થાય છે.
બરફ વાળું પાણી પીવાથી પચવામાં વધુ સમય લે છે.તે ખોરાકની પાચન પ્રક્રિયાને અવરોધે છે.તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ઉનાળામાં વધુ પડતું બરફ વાળું ઠંડુ પાણી પાણી પીવાથી માત્ર તમારી તરસ છીપાવે છે,જેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે.
બરફ વાળું પાણી પીવું શરીર માટે હાનિકારક છે.સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.