એલોવેરાની જેલને ત્વચા પર લગાવવાથી ખીલ, સનબર્ન અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યામાં રાહત મેળવી શકાય છે. એલોવેરામાં એમિનો એસિડ, એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામીન A, B, C અને E જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાવો છો તો ઘણી ત્વચાની સમસ્યાઓથી બચી શકો છો
એલોવેરા લગાડવાથી ઈન્ફલામેશન ઓછુ થાય છે અને ત્વચાને આરામ મળે છે. તેને રાત્રે ચહેરા પર લગાવવાથી ચહેરા અને આંખોની નીચેનો સોજો દૂર થાય છે.
ઉનાળાની ઋતુમાં સનબર્ન જેવી તકલીફથી બચી શકો છો, માટે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને પાણીથી ધોયા પછી તમારા ચહેરાને એલોવેરા જેલથી મસાજ કરો.
જો તમારી ત્વચા ડ્રાય રહેતી હોય તો સૂતા પહેલા એલોવેરા જેલ લગાવીને સુવો. આ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને ડ્રાયનેસ દૂર કરે છે.
એલોવેરા ચહેરા પરના જેલ ડાઘ અને ધબ્બા ઓછા કરવામા મદદ કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. દરરોજ રાત્રે સુતા પહેલા એલોવેરા જેલ લગાવીને સુવાથી તમને આ ફાયદો મળી શકે છે
જે લોકોને ફ્રીકલ્સની સમસ્યા હોય તેમણે બદામનું તેલ અને એલોવેરા જેલને મિક્સ કરીને દરરોજ રાત્રે ચહેરા પર લગાવવું જોઈએ
એલોવેરામાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા ગુણો ધરાવે છે, જે ચહેરા પર થતા ખીલ થતા અટકાવે છે