ડિલિવરી પછી શું ખાવું જોઇએ?


By hariom sharma08, Mar 2023 07:30 AMgujaratijagran.com

દાળ

પ્રેગનેન્સી પછી દાળ ખાવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં પ્રોટીન, વિટામિન્સ જેવા પોષકતત્ત્વો હોય છે, જે શરીરને ઉર્જાવાન રાખે છે અને શારીરિક નબળાઇ અને થાકને દૂર કરે છે.

બ્લૂબેરી

બ્લૂબેરી ખાવાથી શરીરને જરૂરી પોષકતત્ત્વ મળે છે. જેનાથી ડિલિવરી બાદ આવતી કમજોરી દૂર થાય છે. તમે આનો જ્યૂસ બનાવીને પણ સેવન કરી શકો છો. આના સેવનથી એનર્જી મળવાની સાથે સાથે ચહેરા પર પણ ગ્લો વધે છે.

ખજૂર

ડિલિવરી પછી ખજૂરનું સેવન કરવાથી મહિલાઓમાં બ્લડ લોસ એટલે કે રક્તસ્ત્રાવ ઓછો કરે છે. આમાં કાર્બોહાઇડ્રેટ્સની ભરપૂર માત્રા હોય છે, જે શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

લીલાં શાકભાજી

ડિલિવરી પછી લીલા શાકભાજી જેવા કે પાલક, બ્રોકોલીનું સેવન કરવાથી આયર્ન, વિટામિન અને કેલ્શિયમ જેવા પોષકતત્ત્વો મળે છે. જે શરીરને હેલ્ધી બનાવી રાખે છે.

ઈંડા

ઈંડા પ્રોટીન, કેલ્શિયમ અને મિનરલ્સ જેવા પોષકતત્ત્વનો સારો સ્ત્રોત છે. ડિલિવરી પછી સેવન કરવાથી હાડકાં મજબૂત રહે છે, સાથે જ પ્રોટનની ઉણપ પણ દૂર થાય છે.

આયર્નથી ભરપૂર ફૂડ્સ

ડિલિવરી પછી આયર્નથી ભરપૂર ડાયેટ લેવું જરૂરી હોય છે. જેનાથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થવાની સાથે શારીરિક ઉર્જા પણ બની રહે છે. આમાં તમે બિન્સ, બ્રોકોલી અથવા તો ટોફુ જેવા ફૂડનું સેવન કરી શકો છો.

શાકમાં ગરમ મસાલો વધી ગયો હોય તો, આ રીતે કરો બેલેન્સ