ખરાબ ખાન-પાન અને લાઇફ સ્ટાઇલના કારણે કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાથી શરીરને ખૂબ હાની પહોંચે છે.
જો તમને કોલેસ્ટ્રોલ છે તો કેટલીક વસ્તુઓના સેવનથી બચો.
જો તમે ઓઇલી ફૂડ્સના શોખીન છો, તો આજથી જ તેનાથી દૂર રહો. ઓઇલી ફૂડના સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે.
વધુ માત્રામા ગળ્યું ખાવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે. સાથે જ બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે.
જો તમે વધુ માત્રામાં ચિકન ખાવ છો તો શરીર માટે હાનિકારક બની શકે ચે. ચિકન ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે.
વધુ ફેટવાળું દૂધ, પનીર અને ચીઝનું સેવન કરવાથી પણ તમારા કોલેસ્ટ્રોલનું લેવલ અચાનક વધી શકે છે.
મીટમાં રહેલા તત્ત્વો તમારા કોલેસ્ટ્રોલનું લેવલ વધી શકે છે, આ માટે મીટ ખાવાથી દૂર રહો.