એનર્જી વધારવા માટે ઘરે જ બનાવો આ હેલ્ધી ડ્રિંક્સ


By Jivan Kapuriya28, Jul 2023 06:00 PMgujaratijagran.com

લીંબુ-આદુવાળી ચા

લીંબુ અને આદુ વાળી ચા તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. તેનું નિયમિત સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

શરદી અને ફ્લૂથી બચાવે

આદુમાં એન્ટી બેક્ટેરિયલ અને લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ચા શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

હળદરવાળું દૂધ

જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય છે ત્યારે વડીલો તેને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. તે શરીર માટે ખૂબ જ સારું છે.

બીમારી સામે લડવા સક્ષમ

દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે કોઈપણ રોગ સામે લડવા માટે સક્ષમ રહો છો.

હર્બલ ટી

ચોમાસાની ઋતુમાં હર્બલ ટીનું સેવન ચોક્કસ કરો.આ ટી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ગ્રીન સ્મૂધી

ગ્રીન સ્મૂધી લીલા શાકભાજીમાંથી બનાવવામાં આવે છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ રસ ખૂબ જ ફાયદાકારક છે.

આમળાનું જ્યુસ

આમળામાં વિટામિન-સી મળી આવે છે. આમળાનું જ્યુસ તમારી રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ મજબૂત બનાવે છે.

ઘરે બનાવો

તમે તમારા ઘરે આમળાનું જ્યુસ બનાવી શકો છો તે ખૂબ જ સરળ રીત છે જે ઘરે બનાવી શકાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

આ જાપાનીઝ વર્કઆઉટથી ઘટાડો શરીરને એક્સ્ટ્રા ચરબી અને બેલી ફેટ, જાણો કરવાની યોગ્ય પદ્ધતિ