ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપવા માટે જાંબુથી બનેલું ડ્રિન્ક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ નીવડે છે
જાંબુમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ્સ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને શરીરને એનર્જી પુરી પાડે છે.
જાંબુનું હેલ્ધી ડ્રિન્ક બનાવવા માટે થોડાક પાકેલા જાંબુ, લીંબુનો રસ, ઠંડુ પાણી, સુગર અને બ્લેક સોલ્ટની જરૂર પડશે.
સૌ પ્રથમ મિક્સ્ચરમાં જાંબુ, થોડી ખાંડ, લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે બ્લેક સોલ્ટ અને ઠંડુ પાણી ઉમેરીને તેને બરાબર પીસી નાંખો
હવે આ મિશ્રણને ગાળી લો અને તેને બરફથી ગાર્નિશ કરીને પીરસો
આ રીતે તૈયાર થયેલું હેલ્ધી ડ્રિન્ક તમારા પાચન તંત્રને મજબૂત કરવા સાથે-સાથે કાળઝાળ ગરમીમાં તમને લૂથી પણ બચાવશે.