રોજ કેટલી વાટકી દાળ ખાવી જોઈએ, આ મામલે લોકો મુંજવણમાં મુકાઈ જતા હોય છે, આજે આપણે જાણીશું, કે રોજ આપણે કેટલી વાટકી દાળ ખાવી જોઈએ.
તેમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે, જેને ખોરાકમાં લેવાથી સ્વાસ્થ્યમાં ઘણા બદલાવ જોવા મળે છે.
શરીરને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળે તે માટે રોજ એક થી દોઢ વાટકી દાળ ખાવી જોઈએ, આ શાકાહારી લોકો માટે બેસ્ટ વિકલ્પ છે.
જે લોકો કસરત કરે છે તેમણે રોજ બે વાટકી દાળ ખાવી જોઈએ, કારણ કે કસરત કરતા લોકોને પ્રોટીનની વધુ જરૂર પડે છે.
સંતુલિત આહાર માટે માત્ર દાળ જ નહીં પરંતુ તેની સાથે શાક, રોટલી, ભાત અને સલાડ ખાવું જોઈએ. જે શરીરને મજબૂત બનાવે છે.
દરરોજ ખોરાકમાં અલગ અલગ દાળ બનાવીને ખાવી જોઈએ, જે શરીરને બીમારી સામે રક્ષણ આપે છે.
ઘણા લોકોને અડદ અને ચણાની દાળ ખાધા પછી ગેસ અને એસિડિટી થવા લાગે છે, કારણ કે તે પાચનમાં ભારે હોય છે, તેથી મર્યાદિત માત્રામાં સેવન કરો.
આ માત્ર તમને જાગૃત કરવા માટે માહિતી આપેલ છે, વધુ માહિતી માટે ડોક્ટરની સલાહ લો.