આ રોગ એકવાર થાય તે પછી આજીવન રહે છે. આ અસાધ્ય રોગ ગણાય છે. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ખાસ કરીને આહારનું ધ્યાન રાખવું જરૂરી છે.
હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તેથી તમે આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરો.
ડાયાબિટીસના દર્દીઓએ હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો જોઈએ, જે આખો દિવસ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે.
બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે દરરોજ નાસ્તામાં મેથીના દાણાનું પાણી પીવું જોઈએ.
ઓટ્સમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં ઓટ્સનું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓ સવારના નાસ્તામાં પોહા ખાઈ શકે છે. પોહા ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
ઈંડાને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં સેવન કરી શકે છે.
આ પ્રકારનો નાસ્તો ખાવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.