ઉનાળામાં ગરમીને લીધે પેટને લગતી સમસ્યા થઈ શકે છે, તેમા જો પેટના સ્વાસ્થ્યની સંભાળ ન લેવામાં તો તકલીફ વધારી શકે છે. આ સ્ટોરીમા આપણે જાણીશું પેટની સારવાર માટેના કેટલાક ઘરેલું ઉપાયો.
ઉનાળામાં મસાલેદાર તીખો ખોરાક ખાવાથી શરીરમાં ગરમી વધે છે, જેના લીધે અપચો, એસિડીટી અને અન્ય પેટને લગતી સમસ્યા થઈ શકે છે
હીંગ પેટ માટે ઘણી ફાયદાકારક માનવામાં આવે છે, આને તમે એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી પી શકો છો, આ પીવાથી તમને તરત આરામ મળશે.
અજમો પણ પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, જો તમને ઉનાળામાં પેટની લગતી સમસ્યા થાય તો તમે અજમાનું પાણી પી શકો છો. આ માટે તમારે અજમાને શેકી, તેને થોડું પીસી લઈ તેને હૂંફાળા પાણી સાથે પીવો.
મીઠો લીમડો ખાવાથી ગેસ જેવી સમસ્યામાં રાહત મળે છે, તેમે તેનો રસ કાઢી તેને પાણીમાં ભેળવીને પી શકો છો