આજકાલ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘણું વધી ગયું છે. ઉંમરની સાથે આનું જોખમ વધે છે.
ઘણાં કિસ્સામાં આ જિનેટિક કારણ હોઇ શકે છે, તો કેટલાક કારણોમાં હેવી ફેટ ડાયટ પણ હોઇ શકે છે.
ઓછા ફેટ અને ઓછા પ્રોટીનવાળા ફૂડથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.
પ્રોસ્ટેટ હેલ્થ માટે ઓમેગા-3 ફેટી એસિડની જરૂર હોય છે. ટ્યૂના, ટ્રાઉટ અથવા હેરિંગ માછલી આનો સારો સોર્સ છે.
ક્રુસિફેરસ શાકભાજી એટલે કોબીજ, ફુલાવર, બ્રોકોલી શરીરના સેલને ડેમેજ અને કેન્સરને રોકવામાં મદદ કરે છે.
સોયાબીનામાં ફાયટોએસ્ટ્રોજેન નામનું કમ્પાઉન્ડ હોય છે. આ પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઓછું કરે છે.
ટામેટામાં20લાઇકોપીન નામનો એક પાવરફુલ એન્ટિઓક્સિડેન્ટ હોય છે. આ ઘણાં પ્રકારના કેન્સરનું જોખમ ઓછું કરે છે.