બદલાતી લાઇફ સ્ટાઇલ અને અનહેલ્ધી ફૂડના કારણે ગેસની સમસ્યા થવી એ સામાન્ય કારણ છે. હાલ આ સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે.
જો તમે એસિડિટી અને કબજિયાતની પ્રોબ્લેમથી પરેશાન છો તો આ વસ્તુઓ તમારા ડાયટમાં સામેલ ના કરો.
ડેરી પ્રોડક્ટમાં લેક્ટોજ હોય છે, જેને સરળતાથી પચાવવું મુશ્કેલ હોય છે. ઓછી માત્રામાં દૂધ, દહીં, પનીર સેવન કરો.
ખાલી પેટ ખાટાં ફળ જેવા કે નારંગી, દ્રાક્ષ, મોસંબી ખાવાથી બચો. આને ખાલી પેટ ખાવાથી ગેસ બનવાની સમસ્યા થાય છે.
લીલાં વટાણામાં રેફિનોઝ ઊંચી માત્રામાં હોય છે. જેને પચાવવું થોડું મુશ્કેલ હોય છે. આનાથી પેટમાં ગેસની સમસ્યા ઊભી થાય છે.
મૂળા પાચનતંત્ર માટે લાભાકારક માનવામાં આવે છે, પરંતુ વધુ પડતાં સેવનથી પેટમાં ગેસની પ્રોબ્લેમ થઇ શકે છે.
ચા અને કોફીમાં કેફીન હોય છે, જેનાથી પેટમાં એડિસિટની સમસ્યા થાય છે. વધુ માત્રામાં ચા- કોફીના સેવનથી બચવું જોઇએ.