લવિંગનો ઉપયોગ ખાવામાં મસાલા તરીકે કરવામાં આવે છે. લવિંગથઈ સ્વાદ અને સુંગધ વધે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે.
લવિંગમાં ભરપૂર માત્રામાં એન્ટીવાયરલ, એન્ટી બેક્ટેરિઅલ, એન્ટી ઓક્સિડન્ટ સહિતના ગુણ છે. જે શરીરમાં થતી ઘણી બીમારીમાં ફાયદાકારક હોય છે.
આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ જડી-બૂટી બનાવવા માટે પણ કરવામાં આવે છે.
કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યાવાળા લોકોએ લવિંગનું ચૂરણ મધમાં ભેળવીને સેવન કરવું જોઈએ.
દાંતમાં દુખાવો થતો હોય તો તેલને રુની મદદથી ત્યાં લગાવવી. જેથી તમને રાહત મળશે.
ખીલની સમસ્યા હોય તો લવિંગના તેલનો ઉપયોગ કરી શકાય છે અથવા તેને ફેસપેક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
લવિંગ એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તે શરીરને ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે આ સાથે જ લવિંગ ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.