જો તમારા શરીરમાં નબળાઈ રહેતી હોય અને તમે વારંવાર થાક અનુભવતા હોવ, તો તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોઈ શકે છે.
હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવા માટે લોકો દાડમ અને બીટને ડાયટમાં સામેલ કરતાં હોય છે. આ સિવાય તમે માત્ર મુનક્કા અર્થાત કિસમિસ (સૂકી દ્રાક્ષ) ખાઈને પણ શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધારી શકો છો.
મુનક્કા બ્લડમાં નાઈટ્રિક ઓક્સાઈડને વધારે છે, જે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. મુનક્કા ખાવાથી તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
મુનક્કા ખાવાથી તમારી ઈમ્યુન સિસ્ટમ હેલ્ધી રહે છે. જેમાં આયરન અને મેગ્નેશિયમ ભરપુર મળી આવે છે. જે તમને કબજિયાતમાં રાહત અપાવે છે.
એન્ટી ઑક્સિડન્ટ અને વિટામિન-સીથી ભરપુર મુનક્કા સ્કિનને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે અને શરીરના ટૉક્સિન્સને બહાર નીકાળે છે.