ભલે સરગવો સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ હોય, પરંતુ આ લોકો તેનાથી દૂર રહે તેમાં જ ભલાઈ


By Sanket M Parekh17, Sep 2024 03:27 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે ખજાનો

ડ્રમસ્ટિક એટલે કે સરગવા તરીકે ઓળખાતી સીંગો અને તેના પાંદડા પણ પોષક તત્વોથી ભરપુર હોય છે.

સરગવાના ફાયદા

સરગવાની સીંગો સાથે જ તેના પાંદડાને પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. જેનાથી ઈમ્યુનિટી બૂસ્ટ થવા સાથે જ લોહીની ઉણપ દૂર થશે. તેમજ સંધિવામાં રાહત મળી શકે છે.

કોણે સરગવો ના ખાવો

વિટામિન A, C, E, પોટેશિયમ, આયરન જેવા અનેક એન્ટી ઑક્સિડન્ટથી ભરપુર સરગવો સ્વાસ્થ્ય માટે ભલે વરદાનરૂપ હોય, પરંતુ કેટલાક લોકોએ તેને ખાવાનું ટાળવું જોઈએ.

લો બ્લડ સુગર

સરગવાના પાંદડા અને પાવડર બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ નીવડે છે. આથી લૉ બ્લડ સુગર ધરાવતા લોકોએ સરગવો ખાવાનું ટાળવું જોઈએ.

ખરાબ ડાઇઝેશન

જે લોકોનું ડાઈઝેશન ખરાબ થઈ હોય, તો તેમણે પણ સરગવાથી દૂર રહેવું જોઈએ. જેનાથી તમારી તકલીફ વધી શકે છે અને ઝાડા પણ થઈ શકે છે.

પ્રેગ્નેન્સીમાં ના ખાવ

પ્રેગ્નેન્સીમાં સરગવાનું શાક ખાવાની મનાઈ કરવામાં આવે છે, કારણ કે સરગવાની તાસીર ગરમ હોય છે. આથી ગર્ભાવસ્થામાં તબીબોની સલાહ બાદ જ સરગવો ખાવો જોઈએ.

બ્લડિંગ ડિસઑર્ડર

જે લોકો બ્લડિંગ ડિસઑર્ડર એટલે કે લોહી પાતળું થવાની દવા લઈ રહ્યા હોય, તો તેમણે સરગવો ખાવાનું ટાળવું જોઈએ.

Health Tips: સ્વાસ્થ્ય માટે ખજાનો છે મગની દાળની ખીચડી, ચમત્કારિક ફાયદા જાણીને ચોંકશો તમે