Health Tips: ફુદીનામાં છે ખૂબીઓનો ખજાનો, ફાયદા જાણી તમને આશ્ચર્ય થશે


By Jagran Gujarati21, Jan 2023 03:32 PMgujaratijagran.com

ફુદીનાનાં પાંદડાઓમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબેક્ટેરીયલ ગુણો હોય છે. જે આપણા પાંચનતંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.પાચનશક્તિ રાખે છે મજબૂત

ફુદીનાનો ઉપયોગ કરવાથી માથાનાં દુખાવામાં રાહત મળે છે. ફુદીનાની સ્ટ્રોંગ અને તાજી સુગંધ મૂડ ફ્રેશ કરે છે.માથાનાં દુખાવામાં આપે છે રાહત

ફુદીનો આપણા નાક, ગળું અને ફેફસાની સફાઇ કરીની હાનિકારક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. ફુદીનામાં રહેલાં એન્ટિ-ઇંફ્લેમેટરી ગુણ ખાંસી અને ગળાની બળતરાથી રાહત આપે છે.શરદી-ખાંસીને પણ રાખે છે દૂર

ફુદીનાનાં સેવનથી પાચન એન્જાઇમ સક્રિય થાય છે. શરીરના મેટાબોલિઝમમાં સુધારો આવે છે, જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે.વજન ઉતારવામાં પણ મદદરૂપ

ફુદીનાનાં તાજા પત્તા ચાવવાથી મોંઢાની દુર્ગંધથી છૂટકારો મળે છે. &આમાં રહેલાં એન્ટિ-બેક્ટેરીયલ ગુણ મોંની અંદર રહેલાં બેક્ટેરીયાને પેદા થતાં રોકે છે. આના પાંદડા ચાવવાથી દાંત પણ સાફ રહે છે.મોંની દુર્ગંધમાં પણ રાહત

ફુદીનાનાં પત્તામાં રહેલાં એન્ટિસેપ્ટિક ગુણોના કારણે તેનો ઉપયોગ બોડી ક્લિંઝર, સાબુ અને ફેસવોશમાં કરવામાં આવે છે. ફુદીનાનાં પત્તાનો ઉપયોગ કરવાથી ચહેરાની ગંદકી દૂર થાય છે.ચહેરા પર લાવશે ચમક

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Khushi-Janhvi Kapoor ના લહેંગા લુકે લૂટી લાઇમલાઇટ