કારેલા એક પૌષ્ટિક શાકભાજી છે, જે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે લાભદાયી છે. કારેલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીશ સહિત અનેક બીમારીઓથી બચી શકાય છે.
જો કે કારેલાને કેટલીક વસ્તુઓ જોડે, ક્યારે ના ખાવી જોઈએ, નહીંતર સ્વાસ્થ્યને નુક્સાન થઈ શકે છે.
કારેલામાં રહેલ કેટલાક કમ્પાઉન્ડ દૂધમાં રહેલ પ્રોટીન સાથે વિપરિત અસર કરી શકે છે. જેનાથી કબજિયાત, ઝાડા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.
કારેલા અને કેરીને એક સાથે ખાવાથી એસિડિટી અને ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે. આથી કેરી અને કારેલાને જોડે ખાવાનું ટાળવું જોઈએ.
કારેલા અને મૂળા બન્નેની તાસીર અલગ-અલગ હોય છે અને બન્નેને એકસાથે ખાવાથી પેટમાં ગરબડ થઈ શકે છે. જેનાથી કબજીયાત, ઝાડા અને પેટામાં દુખાવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે.
કારેલા અને ભીંડા બન્નેને પચવામાં સમય લાગે છે. બન્નેને એકસાથે ખાવાથી પેટમાં ગરબડ થઈ શકે છે. જેનાથી કબજીયાત, ઝાડા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.
કારેલા અને દહી બન્નેને પચવામાં સમય લાગે છે. આ બન્નેને એકસાથે ખાવાથી પેટમાં ગરબડ થઈ શકે છે. જેનાથી કબજીયાત, ઝાડા અને પેટમાં દુખાવા જોવી સમસ્યા ઉભી થાય છે.