વિટામિન-બી12 શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આજ કારણોસર ઘણા લોકો આ વિટામિનની ઉણપને પૂરી કરવા માટે સપ્લીમેન્ટ્સ લેતા હોય છે. એવામાં જાણવું જરૂરી છે કે, જો વિટામિન B12ની ગોળી દરરોજ લેવામાં આવે, તો તેનાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય?
ડોક્ટરની સલાહ લીધા વિના દરરોજ વિટામિન-B12નું સેવન ન કરવું જોઈએ, કારણ કે, આ વિટામિનની માત્રા વધી જવા પર તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
સ્વસ્થ પુખ્ત વયના લોકોએ એક દિવસમાં 2.4 માઇક્રોગ્રામ વિટામિન-B12 લેવું જોઈએ. જ્યારે ગર્ભવતી મહિલાઓને 2.6 માઇક્રોગ્રામ અને સ્તનપાન કરાવતી મહિલાઓને 2.8 માઇક્રોગ્રામ વિટામિન-B12ની જરૂર હોય છે. જો વધારે વિટામિન B12 લેવામાં આવે તો તેની શરીર પર થતી નકારાત્મક અસરો વિશે જાણીએ..
જો તમે ડૉક્ટરની સલાહ વિના વિટામિન બી12ની ગોળીઓ ગળશો તો તેનાથી તમને ઉલટી, ઝાડા અને પેટ ખરાબ થવા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જે પાચન તંત્ર પર ખરાબ અસર કરે છે.
વિટામિન-B12ની વધુ માત્રા ત્વચા પર ખરાબ અસર કરે છે. તેનાથી લાલ ચકામા અને ફોલ્લા પડવાની સમસ્યા થઈ શકે છે.
શરીરમાં વિટામિન-બી12ની માત્રા વધુ હોવાને કારણે તમને હંમેશા માથાનો દુખાવો રહેવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.