પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ શું વધારે પાણી પીવાથી વજન વધે છે? ચાલો ફિટનેસ કોચ વિનીત કુમાર પાસેથી જાણીએ કે, શું ખરેખર વધારે પાણી પીવાથી વજન વધે છે?
આપણું શરીર લગભગ 70% પાણીથી બનેલું છે. શરીરના દરેક અંગ, સ્નાયુઓ અને હાડકામાં પાણી હોય છે, જે તેમને સ્વસ્થ રાખે છે.
પાણીમાં કેલરી નથી હોતી. આથી પાણી પીવાથી વજન વધી શકતું નથી. વજન વધારવા માટે તમારે વધુ કેલરીની જરૂર પડે છે.
જ્યારે આપણે પાણી પીએ છીએ, ત્યારે તે આપણા શરીરમાં ખાસ કરીને સ્નાયુઓમાં સંગ્રહિત થાય છે. જેથી ભવિષ્યમાં જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય.
બીમારી દરમિયાન શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે અર્થાત શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જેનાથી તમે નબળાઈ અનુભવી શકો છો. આ ડિહાઇડ્રેશનનું લક્ષણ છે.
કેટલાક લોકો વધુ મીઠું ખાવાથી વધુ પાણી સંગ્રહ કરે છે, જેનાથી થોડું વજન વધી શકે છે. જેને વૉટર રિટેન્શન કહેવામાં આવે છે.
વૉટર રિટેન્શનના કારણે વધેલું વજન ખરું વજન નથી હોતું, પરંતુ તે પાણીનું વજન હોય છે. જેના પગલે અચાનક વજન વધી શકે છે અને ઘટી પણ શકે છે.
જો તમે મીઠું ઓછું ખાતા હોવ અને પુરતું પાણી પીવો છો, તો વૉટર રિટેન્શનની સમસ્યા ઓછી થઈ શકે છે અને વજન પણ કંટ્રોલમાં રહી શકે છે.