સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી Vitamin-K આ ફૂડ્સમાંથી મળશે, તમે પણ જાણી લો


By Sanket Parekh2023-04-23, 16:19 ISTgujaratijagran.com

ડેરી પ્રોડક્ટ્સ

ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, દહીં, પનીર, માખણ વગેરે વસ્તુઓમાં વિટામિન-કેની માત્રા ભરપુર હોય છે. જેના સેવનથી વિટામિન-કેની કમી દૂર કરી શકો છો.

કિવી

વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપુર કિવી ફળ લોહી માટે ફાયદાકારક છે. જેના સેવનથી વિટામિન-કેની કમી દૂર થવા સાથે જ પ્લેટલેટ્સ પણ વધે છે.

લીલા શાકભાજી

લીલા શાકભાજી જેમકે પાલક, કોબિજ અને મેથી વગેરે શાકભાજીને ડેઈલી ડાયટમાં સામેલ કરો. જેમાં વિટામિન-કે ભરપુર હોય છે.

લીલા બીન્સ

લીલા બીન્સમાં વિટામિન-કે ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી હાર્ટની સમસ્યાનો ખતરો પણ ટળી જાય છે. આ બિન્સનું તમે શાક અથવા સૂપ બનાવીને લઈ શકો છો

ઈંડા અને માછલી

જો નૉન વેજ ખાવ છો, તો ઈંડા અને માછલીને ડાયટમાં સામેલ કરો. જેમાં રહેલા પોષક તત્ત્વો વિટામિન કેની કમીને પૂરી કરવામાં મદદ કરશે.

કેમ જરૂરી વિટામિન-કે?

હેલ્ધી હાર્ટ માટે, મજબૂત હાડકાં માટે, પીરિયડ્સમાં રાહત માટે, લોહીના ભ્રમણ માટે તેમજ સ્વસ્થ આંખો માટે વિટામિન-કે જરૂરી છે.

ક્યાંક પિતૃઓ તમારાથી નારાજ તો નથી ને, આ સંકેત મળે તો ઈગ્નોર ના કરશો