તુવેરની દાળ પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
તુવેરની દાળમાં મળી આવનારા પોષક તત્વોની વાત કરીએ તો, તેમાં આયરન, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે.
તુવેરની દાળના સેવનથી શરીરને અનેક લાભ મળે છે, તો ચાલો તેના વિશે ચર્ચા કરીએ
તુવેરની દાળ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન લોકોએ દરરોજ તુવેરની દાળનું સેવન અચૂક કરવું જોઈએ.
તુવેરમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે. જે ડાયાબિટીશની સમસ્યા માટે સારૂં મનાય છે. જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
તુવેરની દાળ વજન ઓછું કરવા માટે પણ મદદરૂપ થાય છે. જેના સેવનથી પેટ મોડા સુધી ભરેલું રહે છે, જેનાથી તમે ઓવરઈટિંગથી બચી જાવ છો.
તુવેરમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેથી તે પાચન માટે ઉત્તમ મનાય છે. કબજિયાત જેવી સમસ્યામાં તુવેરની દાળનું સેવન ફાયદેમંદ નીવડે છે.
તુવેરમાં મેગ્નેશિયમ મળી આવે છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. જેના સેવનથી આપણી ઈમ્યૂનિટી મજબૂત બને છે.