ફિટ રહેવા માટે વધારે પડતી એક્સરસાઈઝ કરવાનું ટાળો, થઈ શકે છે નુક્સાન


By Sanket M Parekh11, Oct 2023 04:41 PMgujaratijagran.com

એક્સરસાઈઝ કરવી

એક્સરસાઈઝ કરવાથી શરીર હેલ્ધી રહે છે. અનેક લોકો દરરોજ વ્યાયામ કરે છે, જેનાથી તેમનું શરીર રોગ મુક્ત રહે છે. જો કે વધારે પડતી એક્સરસાઈઝ કરવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થવા લાગે છે.

હેલ્ધી રહેવું

હેલ્ધી રહેવા માટે એક્સરસાઈઝ કરવી ખૂબ જ જરૂરી હોય છે. આમ કરવાથી આપણી માંસપેશીઓ મજબૂત બને છે.

મસલ્સમાં સમસ્યા

જરૂરતથી વધારે એક્સરસાઈઝ કરવાથી મસલ્સમાં સમસ્યા થવા લાગે છે. જેના કારણે અસહ્ય દર્દ થાય છે.

ભૂખ ના લાગવી

જરૂર કરતાં વધારે એક્સરસાઈઝ કરવાથી ભૂખ ના લાગવાની સમસ્યા થવા લાગે છે. જેનાથી શરીરમાં હોર્મોનમાં પણ ફેરફાર થવા લાગે છે.

ઊંઘ ના આવવી

ક્યારેય પણ હદથી વધારે એક્સરસાઈઝ ના કરવી જોઈએ. જેનાથી ઊંઘ ના આવવાની સમસ્યા થવા લાગે છે. આ ઉપરાંત વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થવા લાગે છે.

હાર્ટ પ્રોબ્લેમ્સ

જરૂરિયાત કરતા વધારે એક્સરસાઈઝ કરવાથી બ્લડ પ્રેશર વધવાની સમસ્યા ઉભી થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટ સબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

ઈમ્યુનિટી પર અસર

વધારે એક્સરસાઈઝ કરવાથી વારંવાર થાક લાગવાની સમસ્યા થવા લાગે છે. જે ઈમ્યૂનિટી નબળી પડવાનો સંકેત હોઈ શકે છે.

તણાવની સમસ્યા

વધારે એક્સરસાઈઝ તણાવ વધવાનું કારણ પણ બની શકે છે. જેનાથી વિચારવા અને સમજવાની ક્ષમતા પણ ઘટવા લાગે છે.

શરીરને અસહાય બનાવી દેશે વિટામિન-B12ની કમી, આ લક્ષણો જણાય, તો તાત્કાલિક ડૉક્ટર પાસે દોડો