ઉનાળો શરૂ થતા જ સૌથી પહેલી ઈચ્છા આપણને કેરી ખાવાની થાય છે, કેરીનો રસ, શેક, શ્રીખંડ, મેન્ગો શેક વગેરે નું સેવન ઉનાળામાં મોટી માત્રામાં કરવામાં આવે છે. કેરીમાં પોટેશિયમ, કોપર, ફાઈબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ફાયદાઓ છતા કેરીનું વધુ પડતું સેવન તમને નુકસાન કરી શકે છે, આવો જાણીએ વધુમાં
કેરીની પ્રકૃતિ ગરમ હોય છે, આના સેવનથી શરીરમા ગરમી ઉત્પન્ન થાય છે. જો તેનું વધું સેવન કરવામા આવે તો તમને પેટની લગતી સમસ્યા થઈ શકે છે
કેરીમાં ભરપૂર માત્રામાં ખાંડ હોય છે, જો તમને ડાયાબીટીઝની તકલીફ હોય તો તમારે કેરીનું પ્રમાણસર સેવન કરવું જોઈએ, અથવા ડોક્ટરની સલાહ લઈને કેરી ખાવી જોઈએ.
કેરી સ્વભાવે ગરમ હોવાથી તે શરીરમા ગરમી પેદા કરે થે, જે પરીણામે તમારા ચહેરા પર દેખાય છે. કેરીનું વધું પડતુ સેવન પિમ્પલ્સ અને ખીલ જેવી સમસ્યા લાવે છે તેથી તેનું મર્યાદિત માત્રામાં સેવન કરો અને તેને ખાતા પહેલા પાણીમાં પલાળી રાખો.
કેરીમાં ફાઈબર વધુ પ્રમાણમાં જોવા મળે છે. ફાઈબરનું સેવન તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી ઝાડા પણ થઈ શકે છે.
કેરીમાં ફાઈબર વધું પ્રમાણમાં જોવા મળે છે. ફાઈબરનું સેવન તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી ઝાડા પણ થઈ શકે છે.
કેરીમાં રહેલી વધુ પડતી ખાંડ તમારુ વજન વધારી શકે છે. માટે તેનું તેનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું ફાયદાકારક છે