મિનિટોમાં ગાઢ ઊંઘ લાવવાના આસાન ઉપાય, એક વખત ટ્રાય કરી જુઓ


By Sanket Parekh2023-04-22, 16:12 ISTgujaratijagran.com

સૈનિકો માટેની સ્લીપિંગ ટેકનીક

વર્લ્ડવૉર-2 વખતે અમેરિકી સેનાએ સાઈકોલોજિસ્ટ અને સ્પોર્ટ્સના એક્સપર્ટની મદદથી સ્લીપિંગ ટેકનીક શોધી હતી. જેના વિશે આપ

ટ્રેનિંગમાં કેટલો સમય?

તમારા શરીરને પૂરી રીતે આ ટેકનીકમાં ઢાળવા 6 સપ્તાહનો સમય લાગે છે. જે બાદ 96 ટકા લોકો માત્ર 2 મિનિટમાં સૂઈ જાય છે. આ પ્રેક્ટિસ એવા લોકો માટે પણ કામની છે, જે સીધા બેસીને સૂવે છે.

કંઈ રીતે ટ્રિકને ફૉલો કરશો?

સૌ પ્રથમ તમારા ચહેરાને રિલેક્સ કરો. ચહેરાને એક્સપ્રેશન લેસ કરવાનો છે. હવે ખભાને નીચેની તરફ ઝૂકાવીને ટેન્શન ઓછું કરો અને હાથોને શરીરની સાઈડમાં કરો.

શ્વાસ લેવાની રીત

શ્વાસ લઈને ઝડપથી છોડો અને શરીરને રિલેક્સ કરો. આવી જ રીતે, પગ અને જાંઘને પણ રિલેક્સ કરો. જે બાદ મગજને 10 સેકન્ડ માટે રિલેક્સ કરવાનું છે.

2 મિનિટમાં ઊંઘ

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર શરીરને ધીમે-ધીમે રિલેક્સ કરવાથી તમને 2 મિનિટની અંદર ગાઢ ઊંઘ આવી જશે. સમસ્યા એ છે કે, મોટાભાગના લોકો શરીરના તમામ અંગેને સરળતાથી રિલેક્સ નથી કરી શકતા.

મિલિટ્રીની 4-7-8 બ્રીધિંગ ટેકનીક

જો ઉપર જણાવેલી ટેકનીક કામ નથી કરી રહી, તો મિલિટ્રીની અન્ય એક બ્રીધિંગ ટેક્નીક તમારી મદદ કરી શકે છે.

શું કરશો?

સૌ પ્રથમ તમારી જીભને ઉપલા દાંતોની પાછળ રાખી દો. હવે મોંઢા વાટે જોરથી શ્વાસ છોડો, જેથી અવાજ આવે. હવે મોંઢુ બંધ કરો અને નાકથી શ્વાસ લઈને મનમાં 4 સુધી ગણતરી કરો.

આગળ પણ ફૉલો કરો

હવે શ્વાસને રોકીને મનમાં 7 સુધી ગણો. જે બાદ મોંઢુ ખોલીને શ્વાસ છોડો અને મનમાં 8 સુધી ગણો. આ ટેક્નીક 3 વખત કરવાથી શરીર રિલેક્સ થઈ જાય છે.

એન્જાઈટી ઓછી થશે

આ બ્રીધિંગ એક્સરસાઈઝ દરમિયાન તમારું પુરુ ધ્યાન માત્ર શ્વાસ લેવા અને છોડવા પર રહેશે. જે તમારી એન્જાઈટીને ઓછી કરવામાં ઘણી મદદ કરશે.

જેનેલિયા ડિસોઝા એથનિકમાં લાગે છે હુસ્નની મલ્લિકા