વહેતી નાકથી પરેશાન છો, તો ચિંતા છોડો; અજમાવો આ ઉપાય
By Sanket M Parekh2023-05-14, 16:00 ISTgujaratijagran.com
આદુ
વહેતી નાકથી રાહત મેળવવા માટે તમે આદુનો ઉપયોગ કરી શકો છે. આ માટે આદુનો રસ નીકાળીને તેમાં મધ મિક્સ કરીને પી લો. જેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરદી-ખાંસીમાં રાહત આપે છે.
ગરમ પાણીની સ્ટીમ
નાક બંધ હોય અથવા વહેતી નાકથી રાહત મેળવવા માટે તમે ગરમ પાણીની સ્ટીમ લઈ શકો છો. આવું કરવાથી નાકમાં જમા કફ બહાર નીકળે છે, જેથી નાક વહેવાની સમસ્યા ઓછી થાય છે.
હર્બલ ટી
હર્બલ ટી શરદી-ખાંસીના લક્ષણો ઓછા કરવામાં મદદગાર નીવડે છે. આ માટે તમે આદુ, હળદર, ફૂદીના વગેરેને ચા સાથે પી શકો છો.
સરસવનું હુંફાળુ તેલ
નાક વહેવાની સમસ્યામાં તમે સરસવના ગરમ તેલમાં લસણ અને અજમો મિક્સ કરીને છાતી અને માથામાં મસાજ કરી શકો છે. જેથી શરીરમાં ગરમાવો આવે છે અને શરદી-તાવના લક્ષણ ઓછા થાય છે.
ગરમ સૂપ
નાક વહેવા પર ગરમ સૂપ પીવો ફાયદેમંદ હોય છે. આ માટે તમે શાકભાજીનો ગરમ શૂપ પી શકો છો. જેથી છાતીમાં ઈન્ફેક્શન, શરદી-તાવ અને નાક વહેવામાં ઘણી રાહત મળે છે.